
અવેરનેસ લાવવા વોકનું આયોજન - plan of walk to spread awarness on snoring - www.divyabhaskar.co.in
‘સ્નોરિંગ’ કરતા ન રહો, હવે જાગો.’ જો ‘સ્નોરિંગ’ (નસકોરાં બોલવા) ના ચિહ્નને ધ્યાનમાં નહીં લો તો ભવિષ્યમાં બ્લડપ્રેશર, ડાયાબિટીશ, એન્જાઈના, હાર્ટએટેક, પેરેલેસિસ જેવા ગંભીર રોગ થઈ શકે છે કારણ કે ‘સ્નોરિંગ’ સ્લીપ એપ્નિયાનું ચિહ્ન છે. સ્લીપ એપ્નિયા એટલે ઊંધમાં શ્વાસ રૂંધાવાની પ્રક્રિયા. સ્નોરિંગ સ્લીપ એપ્નિયાનું એક ચિહ્ન છે.
આ બાબતે જાગૃતિ લાવવા રવિવારે સ્ટેડિયમ ક્રોસ રોડથી પરિમલ ગાર્ડન સુધી એક વોકનું આયોજન થયું છે જેમાં ૨૫ જેટલા ડોક્ટર, સ્લીપ સ્પેશિયાલિસ્ટ અને ૧૨૦ અન્ય લોકો જોડાશે.
સૂતી વખતે ગળાના ભાગના સ્નાયુઓ શિથિલ થાય છે અને શ્વસનમાર્ગ સાંકડો થાય છે, શ્વાસ રૂંધાય છે અને ઓક્સિજનની માત્રા ઓછી થાય છે. આ સ્લીપ એપ્નિયા એવી ચેતવણી આપે છે કે તે વ્યક્તિને ગંભીર રોગ થવાની પૂરી શક્યતા છે.
આપણે ‘સ્નોરિંગ’ કરતાં હોઈએ તો તેનો ખ્યાલ આપણને ઓછો અને આજુબાજુવાળાને વધારે હોય છે, એટલે ‘સ્નોરિંગ’ એક સાઈલન્ટ છતાં સિરિયસ સિમટમ છે, તેમ જણાવી સ્લીપ સ્પેશિયાલિસ્ટ ડૉ.. નિતેશ શાહ કહે છે કે ‘આની ટ્રીટમેન્ટ જરૂરી છે.’
આ અંગે પલ્મોનોલોજિસ્ટ ડૉ.. દીપાલી કામદાર કહે છે કે ‘સ્લીપ એપ્નિયા’ ખૂબ જ કોમન છે, જેની જાગૃતિ વિદેશમાં ઘણી છે. જો કોઈને સ્લીપ એપ્નિયા હોય તો તેની ટ્રીટમેન્ટ ફરજિયાત કરાવવી પડે છે, અને એ દરમિયાન તેમને ગાડી ડ્રાઈવ કરવા પણ પરવાનગી નથી હોતી, કેમ કે સ્લીપ એપ્નિયાવાળા પેશન્ટને દિવસ દરમિયાન પણ ઊંધના ઝોકાં આવતાં હોય છે.
ઘણી વાર ઊંધમાં આવતા હાર્ટએટેક અને પેરેલેસિસના એટેકનું કારણ સ્લીપ એપ્નિયા હોય છે. તેની ટ્રીટમેન્ટ કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવા વી-૫ સોલ્યુશન અને અમદાવાદ મેડિકલ એસોસિયેશને સાથે મળીને આ વોકનું આયોજન કર્યું છે, જેમાં સ્લીપ એપ્નિયાના પોલીસોમનોગ્રાફી ટેસ્ટ અને ટ્રીટમેન્ટ માટે ‘કન્ટીન્યૂઅસ પોઝિટિવ એરવે પ્રેશર’ ની પણ માહિતી અપાશે.
Date: 29-08-10
Time: 04:00 PM to 06:00 PM